Praveshotsav -2026
પ્રવેશોત્સવ 7/8/2026
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન તથા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ. એન. કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.) પાટણની ૫૯મીબેચનોપ્રવેશોત્સવતા. 7/8/26ના રોજ માનનીય શ્રી જય યુ. ધ્રુવના માર્ગદર્શન હેઠળકરવામાં આવેલ.. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા તથા પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમમાં સંસ્થા પરિવાર દ્વારા પ્રવેશ માટે આતુર નવા પ્રશિક્ષણાર્થીઓનું સ્વાગત છોડના બીજ આપીને કરવામાં આવ્યું હતું. આ છોડના ઉછેરની જવાબદારી પ્રશિક્ષણાર્થીને આપવામાં આવી હતી.HNGUના કુલપતિશ્રી કે. સી. પોરિયા સાહેબ તથા NGES કેમ્પસના CDO શ્રી ડો. જય ધ્રુવ સાહેબેપ્રશિક્ષણાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ડો. કે. સી. પોરિયા સાહેબે પોતાના જીવનના અનુભવો દ્વારા સાચા શિક્ષકની સમજ આપી હતી. સાચા શિક્ષક બનવા માટે લાગણી, ઈચ્છા અને સપનાઓનો ત્યાગ કરીને પણ સમાજ માટે કાર્ય કરવું પડે છે. CDO શ્રી ડો. જય ધ્રુવસાહેબે આવનારી પેઢીની જરૂરિયાત મુજબ શિક્ષકે મેન્ટર તરીકે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ડીજીટલ શિક્ષણના યુગમાં બચપણ બચાવો આંદોલનમાં શિક્ષકોના રોલ વિષે સમજ આપી હતી.કોલેજના આચાર્યશ્રી ગંગારામભાઈ પ્રજાપતિએ સત્રના પ્રારંભે કોલેજ તથા શિક્ષકના વ્યવસાય સંબંધે પ્રશિક્ષણાર્થીઓને પરિચય આપ્યો. અધ્યાપક્શ્રીઓ, વહીવટી કર્મચારીગણ અને સીનીયર પ્રશિક્ષણાર્થીઓએ જુનીયર પ્રશિક્ષણાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
